About Us
અમારા વિશે
સદ્ગુણાબેન તેમજ જયંતીલાલની પ્રેરણાથી ૨૦૧૨ થી અમે નહીં નફો, નહીં નુકશાનના ધોરણે સેવાકીય ભાવનાથી લગ્નોત્સુક ઉમેદવારો માટે લગ્ન પરિચય પુસ્તિકા પ્રકાશિત કરીએ છીએ.
આજના સમયમાં યુવક-યુવતીઓ સામાજિક મેળાવડામાં સ્ટેજ પર આવવાનું પસંદ કરતા નથી અને મેરેજ બ્યુરો દ્વારા પૂરતા સમકક્ષ બાયોડેટા મળતા નથી. સંયુક્ત પરિવારો ઓછા થવાથી વેવિશાળ અને સગપણનું કામ વાલીઓ માટે ખૂબ કઠિન બન્યું છે. આ મુશ્કેલી દૂર કરવા માટે અમે દર વર્ષે બાયોડેટા એકત્રિત કરીને સમાજના તમામ લગ્નોત્સુકો સુધી પહોંચાડીએ છીએ.
ચરણ વંદન
શ્રીનાથજી બાવા, શ્રી યમુના મહારાણીજી તથા મહાપ્રભુજીનાં આર્શીવચનો સાથે અમો જે પ.પુ. ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, પષ્ઠપીઠાધીશ્વર પ.પુ.પા.ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ, પ.પુ.ગો. ૧૦૮ શ્રી મધુસુદનલાલજી મહોદય (તીલકબાવા), પ.પુ.પા.ગો. ૧૦૮ શ્રી કુંજેશકુમારજી મહોદયશ્રીનાં આર્શીવચનો દ્વારા અમારા ભગીરથ કાર્યને પૂર્ણ કરવામાં જે વેગ મળ્યો છે તે પ્રભુકૃપા સમાન છે. અમે આ દરેક પીઠાધીશ્વરને દંડવત તથા ચરણવંદન સાથે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.
અમારો ઉદ્દેશ અને સફર
વૈષ્ણવ સમાજના તમામ બંધુઓને પ્રેમપૂર્વક જયશ્રીકૃષ્ણ. દર વર્ષે પુસ્તિકા પ્રકાશિત કરીને આ સેવાનો લાભ આપવા અમે પ્રયત્નશીલ છીએ.
પ્રથમ અંક
૫૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત.
દ્વિતીય અંક
૫૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત.
તૃતીય અંક
૫૦૦ થી વધુ બાયોડેટા પ્રકાશિત.
ચોથી આવૃત્તિ અને ડૉક્ટર-માસ્ટર સ્પેશ્યિલ
શ્રી સમસ્ત વૈષ્ણવ લગ્ન પરિચય પુસ્તિકા ૨૦૧૫-૧૬ દેવદિવાળી અંકમાં આશરે ૪૦૦ થી વધુ બાયોડેટા, અને ડૉક્ટર-માસ્ટર સ્પેશ્યિલ આવૃત્તિમાં ૧૫૦ થી વધુ બાયોડેટા.
પાંચમી આવૃત્તિ
આશરે ૫૦૦ થી વધુ બાયોડેટા.
છઠ્ઠી આવૃત્તિ
૬૦૦ થી વધુ બાયોડેટા.
સાતમી આવૃત્તિ
૫૫૦ થી વધુ બાયોડેટા. આ ઉપરાંત ૨૦૧૨ થી ૨૦૨૨ દરમિયાન જૈન લગ્ન પરિચય વાર્ષિક પુસ્તિકાની સાત આવૃત્તિઓમાં ૪૦૦૦ થી વધુ બાયોડેટા.
૧૬મી આવૃત્તિ અને પ્રથમ લગ્ન સંમેલન
૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ પ્રકાશિત. આશરે ૬૦૦ ડેટા, જેમાંથી ૧૩૦ જણના લગ્ન નક્કી થયા.
૧૭મી આવૃત્તિ
આશરે ૫૦૦ ડેટા, જેમાંથી ૧૦૦ જણના લગ્ન નક્કી થયા.
૧૮મી આવૃત્તિ
જૂન ૨૦૨૫ માં પ્રકાશિત.
૧૯મી આવૃત્તિ – દેવદિવાળી એડિશન
નોંધણી ચાલુ છે, સાથે યુથ ગેટ ટુ ગેધર ફંક્શન.
અશક્ય એવું આ કાર્ય તમામ સામાજિક કાર્યકરો, શુભેચ્છકો અને દાતાઓના સહકાર વગર શક્ય ન બન્યું હોત. ભવિષ્યમાં પણ આપનો સહકાર મળી રહેશે એવી આશા. સૌને ભાવપૂર્વક વંદન.
મહત્વની નોંધ
ખાસ નોંધ
દરેક યુવક-યુવતીએ ઉમેદવારી ફોર્મમાં મોકલેલી માહિતી પ્રમાણે પુસ્તિકામાં પ્રકાશિત થાય છે. તેની તપાસ કે ખાતરી ઉમેદવારના વાલીઓએ જાતે કરવાની રહેશે. માહિતી ખોટી હશે તો તંત્રીશ્રી જવાબદાર રહેશે નહીં.
ભૂલ સુધારણા
કોઈ ઉમેદવારની વિગત ભૂલથી ખોટી છપાઈ હોય તો ઉમેદવારે ક્રમાંક સાથે સામેના પાત્રને અને તંત્રીશ્રીને SMS થી જાણ કરવા નમ્ર વિનંતી. સુધારા આવૃત્તિ છાપવામાં આવતી નથી.
ક્ષમાયાચના
આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેના માટે ક્ષમાયાચના.
Our History
અમારી પુસ્તિકાઓને મળેલા મહાનુભાવોના શુભેચ્છા સંદેશ. મોટું જોવા માટે ક્લિક કરો.